Tuesday 2 September 2014

જ્ઞાન સપ્તાહ ( દિવસ ૨ )


=> આજે જ્ઞાન સપ્તાહના બીજા દિવસ ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેની શાબ્દિક પ્રસ્તાવના આપતા આચાર્યાશ્રી શર્મીલાબેન જાની.

=> આ સ્પર્ધામાં ચાર રાઉન્ડ રાખવામાં આવેલ.



=> ક્વીઝ સ્પર્ધાનું સંચાલન કરતા સામાજિક વિજ્ઞાન શિક્ષકશ્રી હિતેષભાઈ કાથડ અને ધોરણ ૬,૭,૮ ની ટીમો A,B અને C.





=> સ્પર્ધકો જયારે સાચો જવાબ આપતા ત્યારે તેમને પ્રોત્સાહન આપતા તમામ વિદ્યાર્થીઓ.


=> સ્પર્ધાના ચોથા રાઉન્ડમાં ચિઠ્ઠી ઉપાડ કરતો ધોરણ ૬ નો વિદ્યાર્થી.


=> ક્વીઝ સ્પર્ધાને અંતે વિજેતા ટીમને જાહેર કરતા નિર્ણાયકશ્રી દિનેશભાઈ ચૌહાણ.


=> " જ્ઞાન સપ્તાહ " દરમિયાન સમુહવાચન કરાવતા શર્મીલાબેન જાની.



=> " જ્ઞાન સપ્તાહ " કાર્યક્રમ દરમિયાન ચક્રાશન, ધાનુંરાષન, ભુજંગાસન જેવા વિવિધ આશાનો કરતા વિદ્યાર્થીઓ.




=> વિદ્યાર્થીઓને યોગસનોનું માર્ગદર્શન આપતા શિક્ષકશ્રી દિનેશભાઈ ચૌહાણ.

=> જેમાં તેમને વિવિધ આસનો કરી બાળકોને પ્રત્યક્ષ નિદર્શનથી જ્ઞાન પૂરું પાડ્યું હતું.



=> શાળાના વિકલાંગ વિદ્યાર્થીનું મનોબળ તો જુઓ, આ વિદ્યાર્થીએ આસનો કરીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.

=> આ બાળકે આસનો કરીને સાબિત કર્યું કે દ્રઢ મનોબળ હોય તો કોઈપણ કાર્ય અશક્ય નથી.

=> આ વિદ્યાર્થીએ તમામ વિદ્યાર્થીઓને એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પડ્યું હતું, જેને બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તાળીઓથી વધાવ્યો હતો.