ગામ વિશે

* ગામનો નકશો *



* ગામનો ઈતિહાસ :

=> ભૌગોલિક સ્થાન : -
                                                    જુનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકાનું રૂદલપુર ગામ માંગરોળથી કેશોદ હાઇવે તરફ ૭ કિમી દુર આવેલું છે.

=> " રૂદલપુર "નામ કેમ ? :-
                                  આ ગામમાં આવેલા રૂદાઈ માતાના પૌરાણિક સ્થાન પરથી આ ગામનું નામ રૂદલપુર પડ્યું છે.
                                                    આ ગામમાં પ્રથમ ચારણ લોકો રહેતા આવ્યા તેથી આ ગામ ચારાણોનો ટીંબો ગણાય છે.ત્યારબાદ રબારી (ભરવાડ), ગરાસીયા રાજપૂત અને વણકરોની વસાહત ઉભી થઇ.

=> ઐતિહાસિક સ્થળોની વાર્તા :-
                 
૧. રૂદાઈ માતાનું મંદિર :-
                                    લોક વાયકા મુજબ રૂદાઈ માતા સહીત સાત બહેનો અને માલદેભાઈ નામે એક ભાઈનો પરિવાર હતો. સાતેય બહેનો જુદા-જુદા ગામે સાસરે ગયેલ. તેમાં રૂદાઈ માતા રૂદલપુર હતા. તે દરમિયાન તેનો ૧૫ વર્ષનો ભાઈ અકસ્માતે કુવામાં પડી જતા રૂદાઈ માતાએ પણ કુવામાં ઝંપલાવ્યું હતું. આ વાત સંભાળીને તેમની છ એ બહેનો પણ જે-તે ગામના કુવામાં પડી ગયેલ. હાલ જે-તે ગામોમાં તેના સ્થાનકો આવેલા છે.

૨. પૌરાણિક વાવ :-
                                                       તેમાં ૫૫ પગથીયા છે. જેમાં નાગદાદાનું મંદિર છે. આ વાવના પાણીનો ઉપયોગ થાય છે.

૩. પાળિયા :-
                                                       દરબાર ગઢમાં દાખલ થતા જ પાળિયા આવેલા છે.