શાળાની વિશેષતાઓ

::  શ્રી રૂદલપુર પ્રાથમિક શાળાની વિશેષતાઓ ::

=> આપના બાળકોને પાયાનું શિક્ષણ " શૈક્ષણિક મનોવિજ્ઞાન "ની પધ્ધતિએ અપાતી આપણા જ ગામની 
રૂદલપુર પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ માં પ્રવેશ અપાવીએ.

* ધોરણ ૩ થી ૮ વિદ્યાર્થીઓ માટે ઈત્તર વાંચન માટે શાળામાં જ સુવિધાઓ.

* શાળામાં વૃક્ષારોપણ, ઇકો ક્લબ જેવી પ્રવૃત્તિઓ  દ્વારા પ્રવૃત્તિ શિક્ષણ.

* દરેક શિક્ષકોને વર્ષમાં ૨૦ દિવસ અધ્યયન-અધ્યાપનની ખાસ તાલીમ.

* ધોરણ ૧ અને ૨ માં એક્ટીવીટી બેઈઝ "પ્રજ્ઞા" શિક્ષણ માટેનો "જાતે શીખે" નો  નુતન અભિગમ.

* પ્રકૃત્તિ સભર, શાંત વાતાવરણમાં વિશાળ અદ્યતન બિલ્ડીંગ.

* ગુજરાત સરકારશ્રી દ્વારા દર વર્ષે ગુણોત્સવ કાર્યક્રમમાં અધિકારીશ્રી દ્વારા  શાળા ગુણવત્તાની ચકાસણી.

* શાળામાં ગણિત-વિજ્ઞાન સપ્તાહનું આયોજન, જેમાં વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ક્વીઝ સ્પર્ધા.

* શાળાના તમામ બાળકો માટે મધ્યાહન ભોજન ( MDM ) યોજના.


* શાળામાં વિજ્ઞાન,પર્યાવરણ,વ્યસન મુક્તિ, શિક્ષક દિનની ઉજવણી.


* સંગીત અને ટેક્નોલોજીના સમન્વય દ્વારા વિવિધતા સભર યોજાતું દૈનિક પ્રાર્થના સંમેલન,


* યોગ, આસન, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા અપાતું સ્વાસ્થ્ય પ્રદ શિક્ષણ.


* શાળામાં ભણતા તમામ લાભાર્થી વિદ્યાર્થીઓને સરકારશ્રી દ્વારા શિષ્યવૃત્તિઓ.


* શાળામાં વિવિધ તહેવારોની ઉજવણી અને પ્રોત્સાહન.


* વિજ્ઞાન મેળા તથા બાલ રમતોત્સવ જેવા વિવિધ કાર્યક્રમો.


* અદ્યતન કમ્પ્યુટર લેબ ૧૧ LCD કામ્પ્યુટરો.


* ધોરણ ૬ થી ૮ માં બાયસેગ ચેનલ દ્વારા ઓનલાઈન "ડીસ્ટન્સ મોડ" થી શિક્ષણ.


* ધોરણ ૧ થી ૫ માં PTC ટ્રેઈન્ડ અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ.


* ધોરણ ૬ થી ૮ માં દરેક વિષયમાં નિષ્ણાત શિક્ષકો દ્વારા પીરીયડ સિસ્ટમથી સંપૂર્ણ શિક્ષણ.


* ધોરણ ૫ થી ૮ માં ગણિત-વિજ્ઞાન વિષય પ્રયોગ, કમ્પ્યુટર તથા TLM દ્વારા શીખવવાનો  નુતન અનુભવ.


* ધોરણ ૫ થી ૮ માં લેશન ડાયરી તથા યુનિટ વાઈઝ ટેસ્ટ અને તેની વાલીઓને જાણ.


* ધોરણ ૫ થી ૮ માટે નવોદય, રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પરીક્ષાઓ જેવી પરીક્ષાઓની શિક્ષકો દ્વારા વિશેષ તૈયારી તથા માર્ગદર્શન.


* સમયાંતરે વાલી મીટીંગ તથા વાલી સંપર્ક દ્વારા વિદ્યાર્થીઓના શાળા વિકાસ અંગે ચર્ચા અને અમલ.


* નિયમિત ગૃહકાર્ય અને માર્ગદર્શન.


* શાળાના દરેક વિદ્યાર્થીઓને મફત પાઠ્યપુસ્તકો અને આ ઉપરાંત  ૬ થી ૮ ના વિદ્યાર્થીઓને મફત સ્વાધ્યાયપોથીઓ.


* વિદ્યાર્થીઓના વાલીઓથી બનેલી સ્કુલ મેનેજમેન્ટ કમિટીના સહભાગી છે.


* દરેક વિદ્યાર્થીઓ પર વ્યક્તિગત ધ્યાન.


* એજ્યુકેશન સ્ટડી ટુર દ્વારા, આધાર પદ્ધતિ દ્વારા પ્રત્યક્ષ શિક્ષણ.


* મૂલ્યલક્ષી શિક્ષણ માટે દરેક તહેવારોની ઉજવણી.


* તદ્દન નવું જ શાળાનું બિલ્ડીંગ.


* અધ્યતન હવા ઉજાસવાળા વર્ગખંડો તથા શાંત વાતાવરણ.


* દરેક રમતના સાધનો તથા વિશાળ રમત-ગમતનું મેદાન.


* શાળામાં મુખ્ય વિષયોનું પ્રોજેક્ટ દ્વારા પ્રવૃત્તિલક્ષી શિક્ષણ.