Wednesday 25 February 2015

રૂદલપુર વાર્ષિક વિજ્ઞાન સપ્તાહ ૨૦૧૫ (દિવસ-૩) ની ઉજવણી : વકતૃત્વ સ્પર્ધા

=> રૂદલપુર વાર્ષિક વિજ્ઞાન સપ્તાહ ૨૦૧૫ (દિવસ-૩) ની ઉજવણી અંતર્ગત આજે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ધોરણ ૬ થી ૮ ના ૯ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

=> આજના કાર્યક્રમની શરૂઆત શાળાના શિક્ષકશ્રી દિનેશભાઈ ચૌહાણે પ્રસ્તાવનારૂપે બાળકોને વકૃત્વ સ્પર્ધાનું મહત્વ સમજાવ્યું.

=> વકૃતવ સ્પર્ધામાં નિર્ણાયક તરીકેની જવાબદારી શિક્ષિકાબહેનશ્રી કોડીયાતર વેજીબેન, સિંધવ આરતીબેન તથા શિક્ષકશ્રી દિનેશભાઈ ચૌહાણે સાંભળી હતી.

=> ત્યારબાદ રૂદલપુર વાર્ષિક વિજ્ઞાન સપ્તાહ ૨૦૧૫ (દિવસ-૩) ની ઉજવણી અંતર્ગત વકૃત્વ સ્પર્ધાની શુભ શરૂઆત કરવામાં આવી. 

=> એક પછી એક સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સ્પર્ધામાં પોતાની વક્તૃત્વની શક્તિ બહાર લાવી. 














=> કાર્યક્રમને અંતે ધોરણ ૬ ની વિદ્યાર્થીનીઓએ સુંદર મજાનું નૃત્ય કર્યું.


=> રૂદલપુર વાર્ષિક વિજ્ઞાન સપ્તાહ ૨૦૧૫ (દિવસ-૩) ની ઉજવણી ના ત્રીજા દિવસે વકૃત્વ સ્પર્ધાના અંતે દિનેશભાઈ ચૌહાણે નિર્ણાયક તરીકે તેમના મહત્વપૂર્ણ સૂચનો વિદ્યાર્થીઓને આપ્યા.