Thursday 28 August 2014

ખેલ સપ્તાહ ઉજવણી ૨૦૧૪ ( દિવસ - ૩ )

=> આજે ખેલ સપ્તાહ ઉજવણીના ત્રીજા અને છેલ્લા દિવસે શાળામાં ૧ મીનીટની અલગ-અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું.

=> જેમાં મુખ્યત્વે કાગળમાં સ્ટેપલરથી પીન મારવી, રબ્બરને હાથમાં પહેરવા, રબ્બરને એક-બીજા સાથે જોડીને સાંકળ બનાવવી,  નખની મદદથી લીંબુની છાલ ઉતારવી, ચહેરા પર ચાંદલા ચોટાડવા જેમાં બાળકોને ખુબ મજા પડી.







=> આ ૧ મીનીટની  રમતોમાંની એક નખની મદદથી લીંબુની છાલ ઉતારવીનું નિરીક્ષણ કરતા સામાજિક વિજ્ઞાનના શિક્ષકશ્રી હિતેષભાઈ કાથડ.



=> ૧ મીનીટમાં ચહેરા પર ચાંદલા ચોટાડવાની રમતમાં બાળકોને ખુબ મજા પડી તે આ ફોટા દ્વારા જોઈ શકાય છે.






=> ખેલ સપ્તાહ મહોત્સવ ૨૦૧૪ની પુર્ણાહુતી પ્રસંગે આ ખેલ સપ્તાહની તમામ રમતોના વિજેતા ખેલાડીઓ તથા મુખ્ય આયોજક સામાજિક વિજ્ઞાનના શિક્ષકશ્રી હિતેષભાઈ કાથડ તથા શાળાના સંગીત વિશારદ્દ શિક્ષકશ્રી નરેશભાઈ દાસા.


=> => ખેલ સપ્તાહ મહોત્સવ ૨૦૧૪ની પુર્ણાહુતી પ્રસંગે આ ખેલ સપ્તાહની તમામ રમતોના વિજેતા ખેલાડીઓ તથા શાળાના સંગીત વિશારદ્દ શિક્ષકશ્રી નરેશભાઈ દાસા તથા શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષકશ્રી યોગેશભાઈ રાવલીયા.


=> આમ, શાળાના ખેલ સપ્તાહ ૨૦૧૪ની ઉજવણીનું સમાપન થયું. 

=> બાળકોને આ સપ્તાહ દરમિયાન ૧ મીનીટની રમતોથી શિક્ષણને જોડી, રમતના હેતુ તથા રમત-ગમત પ્રત્યેના તેમના વલણને ઉજાગર કર્યા.

=> આ રીતે દર વર્ષે આ પ્રકારના ખેલ સપ્તાહની ઉજવણીથી આપણા હોકીના જાદુગર, ધ્યાનચંદ કે જેણે  આપણા દેશને ઓલમ્પિકમાં ૮ ગોલ્ડ અપાવ્યા તેમને આપણે યાદ કરીએ.