Tuesday 26 August 2014

ખેલ સપ્તાહ ઉજવણી ૨૦૧૪ ( દિવસ -૧ )

=> તારીખ : ૨૯/૮ ને શુક્રવારે હોકીના જાદુગર એવા ધ્યાનચંદનો જન્મદિવસ છે.

=> આ મહાન ખેલાડીના જન્મદિવસને ભારત સરકારે ખેલ-દિન તરીકે જાહેર કરેલ છે.

=> હોકી રમતના આ જાદુગરની યાદમાં શાળામાં " ખેલ સપ્તાહ " નું આયોજન કરેલ છે.

=> આ ખેલ સપ્તાહના પ્રથમ દિવસે ૧ મીનીટની વિવિધ રમતોનું આયોજન કરેલ જેમાં ફુગ્ગા ફૂલાવવા, ફુગ્ગા ફોડવા, લોટ ફૂકણીથી ચોકલેટ અને સિક્કાને અલગ કરવા, બિસ્કીટ ખાવા વગેરે ...

=> આ સપ્તાહના મુખ્ય આયોજક તરીકે સામાજિક વિજ્ઞાનના શિક્ષકશ્રી હિતેષભાઈ કાથડએ ખુબજ સરસ આયોજન કરેલ અને તમામ શિક્ષકોના સંપૂર્ણ સહકારથી સપ્તાહનો આરંભ કરેલ.