Sunday 1 March 2020

વિજ્ઞાન સપ્તાહ ૨૦૨૦ | Day 5 - Quiz Competition | National Science Day | C V Raman

🌷 ભારતના મહાન વૈજ્ઞાનિક સર ચંદ્રશેખર વેંકટ રામને આજે ૨૮ ફેબ્રુઆરીના દિવસે "રામન ઇફેક્ટ" ની શોધ કરી હતી માટે આજે એટલે કે ૨૮ ફેબ્રુઆરીના દિવસને ભારત સરકારે "રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ" ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું.
આ માટે તેમને ૧૯૩૦ માં નોબલ પારિતોષીત પણ એનાયત કરવામાં આવ્યું. જે એશિયામાં કોઈ ભૌતિકશાસ્ત્રીને મળેલું પ્રથમ નોબલ પ્રાઈઝ હતું.
આજના આ દિવસને વિજ્ઞાન સપ્તાહ અંતર્ગત શાળામાં ક્વિઝ સ્પર્ધા રાખીને ઉજવવામાં આવ્યો. જેમાં ધોરણ ૬,૭,૮ ના વિદ્યાર્થીઓની એક-એક ટીમ બનાવવામાં આવી.
જેમાં,
ધોરણ ૬ - ટીમ : ડાલ્ટન
ધોરણ ૭ - ટીમ : જેમ્સ વોટ
ધોરણ ૮ - ટીમ : ન્યુટન
નામ રાખવામાં આવ્યા હતા.
નિર્ણયકશ્રી તરીકે સોલંકી અશોકભાઈ અને કાથડ હિતેષભાઈએ જવાબદારી સંભાળી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગણિત-વિજ્ઞાન શિક્ષકશ્રી યોગેશભાઈ રાવલિયાએ કર્યું હતું.

: School YouTube Channel :

No comments:

Post a Comment